સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/ચમન મેં વિરાના દિલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિ જગદીશ જોષીની જીવનલીલા ૪૬ વરસની ઉંમરે સંકેલાઈ ગઈ. આ ગાળામાં એમણે ત્રણ કાવ્યસંગ્રહ આપ્યા. એમણે કવિતા લખવાનો પ્રારંભ મોડી ઉંમરે કરેલો. કવિને કાવ્ય મળ્યું એનો વિસ્મય આમ પ્રગટ થાય છે : આ તો બીજમાંથી ફૂટી છે ડાળ, કે એક એક પાંદડીમાં પ્રગટયું પાતાળ. એમની કવિતામાં વેદનાનો ખટકો છે. કદાચ આ જિંદગી જીવવા જેવી નથી લાગતી. કવિ આમ તો દેખીતી રીતે સુખી હતા. કદાવર દેહ, વૈભવશાળી અવાજ, સંપત્તિની કોઈ કમી નહોતી, વ્યવસાયે શાળાના આચાર્ય-માલિક હતા. છતાંય જીવનમાં કશુંક ખટકતું હતું. કેટલીક વેદનાઓ એવી હોય છે કે કોઈને આંગળી મૂકીને બતાવી ન શકાય. જાણે કોઈ પૂર્વજન્મની વેદના લઈને જીવતા હોય, એમ કવિ કહે છે :

પણ
કોઈ તો કહો
— હું થીજી રહ્યો છું
કે ભડકે બળી રહ્યો છું?

જગદીશ ગાતો પણ સારું. એનું એક પ્રિય ગીત હતું : ‘ચમન મેં રહકે વિરાના મેરા દિલ હોતા જાતા હૈ…’ [‘ઝલક તેરા’ પુસ્તક : ૨૦૦૪]