સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/છે તેની ઇજ્જત કરીએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કોઈ માણસની આંખ બરાબર જોતી હોય, અને કોઈક સવારે એ જાગે ત્યારે આંખને અંધાપો વળગ્યો હોય. આવા અંધકારમાં ભલભલાં મેઘધનુષ નિચોવાઈ જતાં હોય છે. માટે આપણી પાસે નાનીમોટી જે કોઈ વસ્તુ હોય તેની ઇજ્જત કરીએ. આપણી તમામ ઇંદ્રિયોનું કાંઈક ને કાંઈક તો કર્મ હોય છે. જોવા માટે આંખ છે, ચાલવા માટે પગ છે, કામ કરવા માટે હાથ છે, બોલવા માટે હોઠ છે. ક્યારે શું ખૂંચવાઈ જશે, એની આપણને ખબર નથી. માટે આપણી પાસે જે કાંઈ છે, તેની ઇજ્જત કરીએ, તેને માટે ઈશ્વરનો ઉપકાર માનીએ. [‘ઝલક’ પુસ્તક: ૨૦૦૪]