સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/મૌનને પીધેલો કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અલગારી કવિ મકરન્દ દવે વન, ઉપવન અને તપોવનના યાત્રી હતા. એમની વાણીમાં સચ્ચાઈ અને ઉષ્મા. આ મૌનનો આરાધક અને શબ્દનો સાધક બાળકની જેમ રમૂજ પણ કરે અને હસી શકે. મકરન્દ શબ્દની પાછળ મૌનને પીધેલો કવિ.