સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/‘મારી, તમારી, આપણી વાત’
વિપિન પરીખે બહુ મોડી મોડી કવિતા લખવાની શરૂઆત કરી. થોડીક કવિતા કોલેજમાં ભણતા હતા ત્યારે લખી. પછી બાર-ચૌદ વર્ષના વનવાસ કવિતાને આપ્યો. અને કવિતામાં ફરી પાછા પ્રવેશ્યા.
કોઈ પણ ઘટના બને કે વિપિનની કલમને ખાલી ચડે છે. એની કવિતામાં વેદના છે, સમાજાભિમુખતા છે અને સાથેસાથે અંતર્મુખતા પણ છે. એની કવિતાનું આકાશ આશંકા અને પ્રશ્નોથી ઘેરાયેલું છે. એ પ્રશ્નો મારા, તમારા, આપણા સૌના છે. આપણને નહિવત્ લાગતી વસ્તુમાંથી એની દૃષ્ટિ કવિતા શોધી શકે છે.
[વિપિન પરીખની સમગ્ર કવિતાનો સંગ્રહ ‘મારી, તમારી, આપણી વાત...’]