સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/ઝંખ્યુંહતુંમિલન

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ઝંખ્યું હતું મિલન તે હવે સામટું મળ્યું,
ગર્દી ઘણી વધી છે જનાજાની આસપાસ.
સાચો વિસામો રહી ગયો મઝધારમાં, હવે
શાંતિનો થોડો ડોળ કિનારાની આસપાસ.