સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસીત હેમાણી/અમારે પણ દિલ છે...

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મારા જેવા ગરીબો વતી આ દેશના નેતાઓને મારે એક અરજ ગુજારવાની છે: હા, અમે ગરીબ તો છીએ જ, પણ અમારે વિશે ભલા થઈને ઝાઝાં ચૂંથણાં ચૂંથશો નહિ. અમને મદદ કરવી હોય તો તેનાં ઢોલનગારાં વગાડ્યા વિના કરજો. અમારે પણ સ્વમાન છે, અને જેનીતેની પાસેથી હરકોઈ જાતની મદદ લેવી અમને રુચતી નથી. અમારે પણ સિદ્ધાંત જેવું કાંઈક છે. ગરીબ છું, પણ મને ગરીબ કહીને કોઈ દયા ખાય તે મને ગમતું નથી. મારે મારી મહત્ત્વાકાંક્ષાઓ પણ છે. હું માનું છું કે હંમેશને માટે હું ગરીબ રહેવાનો નથી. મારું મસ્તક હું ઊચું રાખવા માગું છું. થોડીઘણી ભૌતિક સગવડો ખાતર થઈને કોઈ મને અણગમતી વસ્તુ કરવાનું કહે, તે મને કઠે છે. એના કરતાં તો હું ભૂખ્યો રહેવાનું પસંદ કરું. મારા સ્વમાનના ભોગે મારે કશું નથી જોઈતું. અમારે ગરીબોને પણ એક દિલ છે, એક દિમાગ છે. અમારે પણ કેટલાંક મૂલ્યો છે. રોટી રળવા કાજે અમે સખત મજૂરી ભલે કરીએ. પણ અમારા આત્માને ભોગે અમારે કશા લાભ મેળવવા નથી. [‘સ્ટેઇટ્સમન’ દૈનિક]