સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘જટિલ’/તારા હાથમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ફેંકતા પાસા અમે, પણ દાવ તારા હાથમાં;
છે ભલે હથિયાર મારાં, ઘાવ તારા હાથમાં!....
શઢ ચડાવી સાત ઊપડી બેખબર મઝધારમાં —
તોડવી કે તારવી એ નાવ તારા હાથમાં!