સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘મરીઝ’/ન દે…

From Ekatra Wiki
Jump to navigation Jump to search

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે!…
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માગવા ન દે!