સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘સારસ્વત’/મિત્રો
Jump to navigation
Jump to search
ભીના ભરપૂર કાંઠાળા, લીલારા જે હતા મિત્રો;
હવે ખડકો અને રણ-રણ — ગયા બદલાઈ સૌ મિત્રો.
અમારી સહેજ અમથી લાગણી આંબા થઈ ફળતી;
લઈ સોગંદ ખારાપાટના રઝળાવતા મિત્રો.
કદી ડુંગર નથી માગ્યા, ન માગ્યા ધોધમારો કંઈ;
મૂઠી બે હાસ્ય, ખોબો જળ — છતાં ટટળાવતા મિત્રો.
અમારી પણ હતી દુનિયા, હતી ધૂળનેય મહેકાવી;
પડી છે એ જ આંખોમાં — સમજતા કેમ ના, મિત્રો?