સાહિત્યચર્યા/જપાન અને અમેરિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જપાન અને અમેરિકા

એક અમેરિકન સજ્જન જપાનના પ્રવાસે ગયા હતા. એક જપાની માર્ગદર્શક એમનું વિવિધ પ્રસિદ્ધ સ્થળે માર્ગદર્શન કરતો હતો. પેલા અમેરિકન સજ્જને એક પ્રસિદ્ધ ઇમારતનું દર્શન કર્યા પછી જપાની માર્ગદર્શકને પ્રશ્ન પૂછ્યો, ‘When was this built?’ જપાની માર્ગદર્શકે ઉત્તર આપ્યો, ‘It was built three hundred years ago.’ એટલે આ અમેરિકન સજ્જને અમેરિકન સહજતાથી કહ્યું, ‘In America we can built it in three months.’ પછી પેલા જપાની માર્ગદર્શકે આ અમેરિકન સજ્જનને આવી એક બીજી પ્રસિદ્ધ ઇમારતનું દર્શન કરાવ્યું. એનું દર્શન કર્યા પછી અમેરિકન સજ્જને પુનશ્ચ એ જ પ્રશ્ન પૂછ્યો, ‘When was this one built?’ પેલા જપાની માર્ગદર્શકે અગાઉની જેમ જ ઉત્તર આપ્યો, ‘It was built three months ago.’ એટલે આ અમેરિકને અગાઉની જેમ જ અમેરિકન સહજતાથી કહ્યું, ‘In America we can build it in one month.’ પછી પેલા જપાની માર્ગદર્શકે આ અમેરિકન સજ્જનને વળી અન્ય એક પ્રસિદ્ધ ઇમારતનું દર્શન કરાવ્યું. એનું દર્શન કર્યા પછી આ અમેરિકન સજ્જને પુન: પુનશ્ચ એ જ પ્રશ્ન પૂછ્યો, ‘When was this built?’ હવે પેલા જપાની માર્ગદર્શકે અગાઉ જેમ જ આ ત્રીજી વારના પ્રશ્નનો ઉત્તર ન આપ્યો અને કહ્યું, ‘Sir, it was not here yesterday.’ પછી પેલા જપાની માર્ગદર્શકે વળી પાછું આ અમેરિકન સજ્જનને એવી એક ઇમારતનું દર્શન કરાવ્યું. એનું દર્શન કર્યા પછી હવે અમેરિકને પુન: પુનશ્ચ પ્રશ્ન ન પૂછ્યો, માત્ર મૌન જ ધારણ કર્યું. ૨ ઑક્ટોબર ૧૯૯૯