સાહિત્યિક તથ્યોની માવજત/લેખો વિશે
સાહિત્યિક તથ્યોની માવજત : ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૩મા અધિવેશનના અધ્યક્ષ તરીકેનું વ્યાખ્યાન. લખાયું તા. ૧૧-૧૨-૧૯૮૫, રજૂ થયું પૂણેમાં તા. ૨૯-૧૨-૧૯૮૫ના રોજ. ત્યાં વ્યાખ્યાનનો પહેલો મુદ્દો ‘વિવેચનની આજની સ્થિતિ’ વાંચ્યો હતો, પરંતુ બાકીના મુદ્દાઓ મૌખિક રીતે રજૂ કર્યા હતા. અહીં છાપતી વખતે ‘કૃતિલક્ષી વિવેચનમાં હકીકતોનું મૂલ્ય’ એ મુદ્દામાંની ‘ઉપહાર’ કાવ્ય વિશેની ચર્ચાની રજૂઆતમાં થોડો ફેરફાર કર્યો છે અને પછીથી એક સ્થળે પાદટીપ ઉમેરી છે. સાહિત્યસંશોધન : પદ્ધતિ અને સમસ્યાઓ : ગુજરાતીના અધ્યાપક સંધના ૩૬મા સંમેલનમાં વાડાસિનોર મુકામે તા. ૧૮-૧-૧૯૮૬ના રોજ મૌખિક રૂપે અપાયેલું વ્યાખ્યાન. લખાયું. તા. ૧-૭-૧૯૮૬. ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ના જુલાઈ-સપ્ટે. તથા ઑક્ટોે.-ડિસે. ૧૯૮૬ના અંકોમાં તથા ‘અધીત ૧૦’ (સંપા. વિનાયક રાવલ તથા અન્ય, ૧૯૮૭)માં છપાયું. અહીં છાપતી વખતે ત્રણેક ઠેકાણે તાજા સંદર્ભો ઉમેર્યા છે મધ્યકાલીન સાહિત્યકૃતિનું સંપાદન : ત્રણ પગલાંની સંશોધનયાત્રા : આ ગ્રંથ માટે લખાયેલો લેખ. મધ્યકાલીન કવિતાના અર્થઘટન અને આસ્વાદની સમસ્યાઓ : લખાયો તા. ૧૯-૧૧-૧૯૮૫. છપાયો ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’ ઑક્ટો.-ડિસે. ૧૯૮૫. એક મહામૂલો સંદર્ભગ્રંથ : જૈન ગૂર્જર કવિઓ : છપાયો ‘ગુજરાત’ દીપોત્સવી અંક વિ.સં. ૨૦૩૯ (૧૯૮૩) (પ્રકા. માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર), અહીં ક્યાંક જ માહિતી સુધારી છે. આ લેખ લખાયા પછી ‘જૈન ગૂર્જર કવિઓ’નું પુનઃસંપાદન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આ લેખમાં છેલ્લે કરવામાં આવેલાં સૂચનોને અમલમાં મૂકવામાં આવ્યાં છે. અહીં આ પ્રકારના સંદર્ભસાધનની ગલીકૂંચીઓના અભ્યાસના એક નમૂના લેખે આ લેખ ગ્રંથસ્થ કરવાનું ઉચિત ગણ્યું છે. નરસિંહકૃત મામેરાનાં પદોની વાચનાઓ અને એની અધિકૃતતા : લેખ લખાયો તા. ૬-૪-૧૯૮૩, છપાયો ‘ભાષાવિમર્શ’ એપ્રિલ-જૂન ૧૯૮૩. તે પછી ‘પંચાંગ’નો મુદ્રિત પાઠ મળ્યો. એટલે આ લેખ સુધાર્યો તા. ૧૭-૯-૧૯૮૩ ને એને અનુલક્ષીને એક પુરવણી ‘ભાષાવિમર્શ’ ઑક્ટો.-ડિસે. ૧૯૮૩ (પ્રકાશિત એપ્રિલ ૧૯૮૪)માં છપાઈ. અહીં સુધારેલો લેખ મુદ્રિત કર્યો છે, જેમાં ‘પંચાંગ’ની વાચનાનો સીધો અભ્યાસ સમાવેશ પામ્યો છે. નરસિંહ મહેતાકૃત ‘કુંવરબાઈનું મામેરું’ : છપાયો ‘સામીપ્ય’ જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૮૫ (મે ૧૯૮૭માં પ્રકાશિત). અહીં થોડીક છાપભૂલ ને સરતચૂક સુધારી લધી છે ને પ્રાસ્તાવિકમાં અહીંતહીં સ્વલ્પ ફેરફાર કરેલો છે. કાન્તકૃત ‘ખરી મોહોબત’ : કેટલીક વિશેષ નોંધ : લખાયો તા. ૧૦-૭-૧૯૮૭, પ્રસિદ્ધ થયો ‘શબ્દસૃષ્ટિ’, ઑગસ્ટ ૧૯૮૭. બટુભાઈ ઉમરવાડિયા : કેટલીક વીગતશુદ્ધિ : કીર્તિદા જોશીના સહયોગમાં લખાયો. છપાયો ‘બુદ્ધિપ્રકાશ’, જૂન ૧૯૮૨. ત્રણ નોંધ : પહેલી બે નોંધ લખાઈ તા. ૧૯-૮-૧૯૮૬ ને છપાઈ ‘ગ્રંથગરબડ’ એવા શીર્ષકથી ‘બુદ્ધિપ્રકાશ’, સપ્ટેમ્બર ૧૯૮૬. ત્રીજી નોંધ લખાઈ તા. ૮-૩-૧૯૮૫ ને છપાઈ ‘કંકાવટી’, એપ્રિલ ૧૯૮૫. મધ્યકાલીન સાહિત્યના મહાલયનો ભોમિયો : ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ), સંપા. પ્રકાશ વેગડ, ૧૯૮૪માં મુકાયેલો પ્રાસ્તાવિક લેખ.