સાહિત્ય પલ્લવ – ભાગ ૧/નરસિંહરાવ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નરસિંહરાવ

[સ્વ. શ્રી. નરસિંહરાવનાં ઘણાં જાણીતાં કાવ્યોમાંનું આ એક છે. વાણી દ્વારા કેવું સુન્દર ચિત્ર ખડું કરી શકાય તેનો આ કાવ્ય સરસ નમૂનો છે. ઓછા શબ્દોમાં અનેક વિગતો કવિએ એમાં ભરી છે. વ્યોમનો ભૂરો વિશાળ મંડપ, સરોવરમાંની મૃદુ લહરીઓ, દૂર દૂર સુધી ફેલાયેલું નિ:સીમ વિજન રાન, તેની પાર જોઈ રહેલો સરોવરમાં ઊભેલો બરફ જેવો ઊજળો બગલો, અને જળમાં પડેલી તેની સુરેખ છાયા — આ બધું એટલું તો ચિત્રમય છે કે એક વાર વાંચતાં જ એનું આબેહૂબ ચિત્ર આપણા મનમાં ચીતરાઈ રહે છે. આવું સુન્દર દૃશ્ય કવિને કેવી ઊંડી પ્રેરણા આપે છે તે તો કવિના શબ્દોમાં જ આપણે જોવું રહ્યું. એ શબ્દો છેલ્લી ચાર પંક્તિઓમાં સરસ રીતે ગૂંથાયા છે. ૬. જ્યાં ભૂમિ વિરામી—ક્ષિતિજ. ગુજરાતીમાં ક્ષિતિજ સ્ત્રીલિંગમાં વપરાય છે, પણ શ્રી. નરસિંહરાવ સંસ્કૃતના ઊંડા અભ્યાસી હતા, અને સંસ્કૃતમાં એ શબ્દ નપુંસકલિંગમાં વપરાય છે તેથી તેમણે આ કાવ્યમાં સંસ્કૃતના નિયમ પ્રમાણે એ શબ્દ વાપર્યો છે. જુઓ પંક્તિ ૧૦. ૧૧. સિન્ધુ—અહીં ભાવિ કાળના અર્થમાં.]