સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઇન્દુલાલ ગાંધી

ઇન્દુલાલ ગાંધી

[હિંદુસ્તાનમાં કરોડો માણસને એક ટંક પણ પૂરું ખાવાનું નથી મળતું, અને તેનાથીયે વિશેષ : માણસોને પોતાની લાજ ઢાંકવા પૂરતાં પણ વસ્ત્ર નથી. આવી એક ‘ભાણી’નું કરુણ ચિત્ર આ કાવ્યમાં આલેખાયું છે. આપણા દેશની આવી અનેક ‘ભાણીઓ’ના હૃદયભેદક દર્શનથી વ્યાકુળ થઈને જ ગાંધીજીએ બધાં વસ્ત્રનો ત્યાગ કરી માત્ર એક કચ્છ જ પોતાને માટે રાખ્યો. આ વિષય ગમે તેવા મોટા કવિની પ્રતિભાને જેબ આપે એવો છે, અને એમ છતાં આપણા દેશની એ તીવ્ર વેદના પૂરેપૂરી વ્યક્ત કદાચ ન પણ થઈ શકે. દીનહીન, દલિત અને શ્રમજીવી વર્ગનાં આપણે ત્યાં જે અનેક કાવ્યો લખાય છે તે વર્ગનું આ કાવ્ય છે.]