સાહિત્ય પલ્લવ – ભાગ ૨/શાં શાં રૂપ વખાણું?
૨. શાં શાં રૂપ વખાણું?
અખો
શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?
નેજા રોપ્યા નિજધામમાં, વાજાં અનહદ વાજે;
નુરત સુરતની શેરીએ, અનભે ઘર જોયું;
વિના રે વાદળ વિના વીજળી, જળ સાગર ભરિયું;
માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે;
ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી;