સાહિત્ય પલ્લવ – ભાગ ૩/અંતરપટ
Jump to navigation
Jump to search
અંતરપટ
જુગતરામ દવે
અંતરપટ આ અદીઠ!
અરેરે! આડું અંતરપટ આ અદીઠ!
અહીં મેં માંડી, તહીં તેં માંડી, આંખની આતુર મીટ;
તું મારાં - હું તારાં ઝીલું વિરહે વ્યાકુળ ગીત;
આ પા ઊછળે, તે પા ઊછળે, હૃદયો ભરી ભરી પ્રીત;
ખીણ કે ખાડી, નદી નથી આડી, વંડી વાડ કે ભીંત;
સ્વાધ્યાય
૧. આને પ્રભુપ્રાર્થના લેખી આખું રૂપક ઘટાવો. ‘અંતરપટ’, ‘વા’, ‘સંગીત’, વગેરે શું સૂચવે છે?
૨. સ્વરવ્યંજનની સરળ પણ આકર્ષક ગોઠવણી કવિએ કેવી સાધી છે તે તપાસો.
૩. ‘અરેરે!’ જેવો રોતલ શબ્દ આ કાવ્યમાં પોચટ કેમ નથી લાગતો?
૪. સર૰ અખાનું પદ. કાવ્ય કંઠે કરો.