ક્યારે મળશે કાન, જોશીડા, જોશ જુઓની.
સાત સોપારી ને પાનનું બીડું, જાઉં રે જોશીડાને ધામ.
જોશીડા૦
દુ:ખે તારે અમે દૂબળાં રે, જાણે પાકું પાન.
જોશીડા૦
દુ:ખડું તો રે ડુંગર થઈ બેઠું, સુખડું સ્વર્ગ સમાન.
જોશીડા૦
શાંતિદાસનો સ્વામી રસિક શિરોમણિ, ઘેરી રહ્યો સારું ગામ.
જોશીડા૦