સાહિત્ય પલ્લવ – ભાગ ૩/રત્નેશ્વર - રત્નો

રત્નેશ્વર – રત્નો

[આપણા અનેક કવિઓએ ‘મહિના’ ગાયા છે. એમાં એવું હોય છે કે, કૃષ્ણ મથુરા જવાથી વિરહમાં પડેલી ગોપીઓ જેમ જેમ સમય જાય છે તેમ તેમ દરેક મહિનાનું વર્ણન કરતી જાય છે અને પોતાને કેમ તે તે મહિનામાં ચેન પડતું નથી તે બતાવતી જાય છે. આ રીતે ખરું જોતાં તો ઋતુઓનું વર્ણન જ કરેલું તો હોય છે. પણ કુદરતનું નિર્ભેળ વર્ણન કરવાને બદલે તેમાં માનવહૃદયના ભાવનો રંગ પણ પૂરીને કાવ્ય કરવાનું આપણા કવિઓએ પસંદ કર્યું છે. નવા કવિઓમાં ‘અર્વાચીનોમાં આદ્ય’ (મુનશી) એવો નર્મદ પણ આ પદ્ધતિ જ અખત્યાર કરે છે. જુઓ આ જ સંગ્રહમાં કાવ્ય : ‘શરદ’.

નમૂના દાખલ માત્ર ત્રણ જ મહિના અહીં ઉતાર્યાં છે. વળી એક જ વસ્તુનું જુદા જુદા કવિઓ કેવું બયાન આપે છે તે જોવા મળે એ સારુ આષાઢ વિષે બીજા એક કવિની પંક્તિઓ પણ આપી છે.

રત્નેશ્વર દરેક મહિના વિષે શરૂઆત કરતાં ‘માલિની’ છંદની એક કડી મૂકે છે. રત્નો સાખીથી શરૂ કરે છે.

૨. વ્યજન – વીંજણો. ૩. સખિજન-સહિયરો. યોષિતા - સ્ત્રીઓ. ૭. ક્રોડ – કરોડ (=ઘણી, ખૂબ). ક્રોડ એટલે ‘ખોળો’ અર્થ પણ થાય છે. શીતલ ખોળા જેવી છાયા. ૧૦. બંસીધર વિના મારી પાંસળીઓએ માંસ તજ્યું. ૧૫. નિપટ – બિલકુલ. વિમળ-ધોળો. ૧૬મી લીટી તે જાણે કૃષ્ણ જ કહેતા ન હોય કે તારા મલિન કરથી મારા વેશને ડાઘ લાગશે. ૧૯. મલિયાગરુ—મલયગિરિ પર થતું ચંદન. ૨૧. ચોબારાં-ચાર બારણાંવાળાં. ૨૩. અંબર- ‘આકાશ’; પંક્તિ ૯ અને ૩૫માં ‘વસ્ત્ર’. ૨૬. સર૰ પ્રેમાનંદ ૨૮. સર૰ પ્રેમાનંદ ‘મૂળગાના મારા તાંદુલ ગયા.’ સાહિત્યપલ્લવ ભાગ ૨. ૩૮. નમેરા - ન + મહેરા, કૃપા વગરના.]