સાહિત્ય પલ્લવ – ભાગ ૩/રવિશંકર રાવળ
Jump to navigation
Jump to search
રવિશંકર રાવળ
[માત્ર એક જ પ્રજાના નહિ, માત્ર એક જ યુગના નહિ, પણ સર્વ દેશના અને સર્વ કાળના એક મહાન કળાકારનું આ જીવનચરિત એ મહાન કળાકારનાં ચિત્રોના નમૂના વિના અધૂરું જ લેખાય. રોરિક આલ્બમ જો કોઈ જગાએથી તમે મેળવી શકો તો એમાંનાં ચિત્રો જોવાનું ચૂકશો નહિ. અન્યત્ર શ્રી. રોરિકનાં ત્રણ ચિત્રો – કંચનજંઘા, બ્રહ્મપુત્રા અને કાસદ આપ્યાં છે. એ મૂળ ચિત્રો તો ઘણાં મોટાં અને રંગની અનન્ય સમૃદ્ધિથી ભરેલાં છે. અહીં ઉતારેલી છાપમાં તેમાંનું તો કશું જ નથી — એમ છતાં મૂળ કૃતિનાં એ અતિ ઝાંખાં પ્રતિબિમ્બ પણ કેટલાં બધાં કલાયુક્ત છે! પ્રત્યેક જાણે કોઈ અનોખા વાતાવરણને સર્જતું ન હોય એવું જીવન્ત લાગે છે. ‘કાસદ’ ચિત્ર હિમાલયની ટિબેટ તરફની બાજુના પહાડી જીવનનું એક દૃશ્ય છે. તીરથી કાસદ કેવી રીતે સંદેશો મોકલે છે તે એમાં ચીતર્યું છે. એ બધાં ચિત્રો ધ્યાનપૂર્વક જોજો.]