સાહિત્ય પલ્લવ – ભાગ ૩/‘પ્રેમના સંદેશ ક્યાં?'
Jump to navigation
Jump to search
‘પ્રેમના સંદેશ ક્યાં?’
નરસિંહરાવ દિવેટિયા
યશોધરા :
‘તુંજ પ્રેમના સંદેશ ક્યાં?’
બુદ્ધદેવ : [ખંડ હરિગીત]
‘વ્યોમ ભૂરા હાસથી હસે નિર્મળ વેશમાં,
ચન્દ્રિકા સાગર પટે સૂતી વેરી કેશ જ્યાં,
મૃત્યુ ને જીવનતણા તુંગ પ્રૌઢ તરંગ જે,
યુવતી ભાવ અનન્યથી સેવતી સ્થિર આશમાં,
ઈન્દ્રધનુ –બુરખો ધરી, હિમશિખરના દેશમાં,
છાતી સરસું દાબતી બાળ નિજ નવયૌવના,
ગૂંથતી સરિતા રસે, શુક્રને નિજ કેશમાં,
સ્વર્ગ સાથે જોડતું મર્ત્ય જીવનને સદા;