સિગ્નેચર પોયમ્સ/મૂળ રે વિનાનું – રવિદાસ
Jump to navigation
Jump to search
રવિદાસ
મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જી
એજી એને પડતાં ન લાગે વાર... મૂળ રે
એને પ્રેમનાં પાણીડાં સિંચાવજો,
એની મૂરત સૂરત પાણિયાર... મૂળ રે
એને સતનાં તે ખાતર પુરાવજો,
એની પાલ્યું પહોંચી પિયાની પાસ... મૂળ રે
એને શીલ ને સંતોષ બે ફળ હુવાં જી,
એ જી એ તો અમર ફળ કહેવાય... મૂળ રે
કહે રે રવિ ગુરુ ભાણને પ્રતાપે,
એ જી પ્રભુને ભજો તો ભવ પાર રે... મૂળ રે