zoom in zoom out toggle zoom 

< સુદામાચરિત્ર

સુદામાચરિત્ર/શબ્દાર્થ અને ટિપ્પણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શબ્દાર્થ અને ટિપ્પણ


કડવું ૧

કડી

૬ અશન – ભોજન

૭ મુન્ય – મુનિ(સુદામા)

૧૫ ઘરસૂત્ર – ઘરસંસાર

કડવું ૨

૪ પુરમાં પછે અન્ન જડતું રહ્યું –ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે

૧૦ ગવનિકા – ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ

૧૩ મારે વાગલાં – વલખાં મારે

૧૪ રક્ષાની ઘટા – માથું ધૂળથી ભરાઈ જવું

કડવું ૩

૧ ભાવઠ –ઉપાધિ

૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન

૧૦ જોડવા પાણિ....... – હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી,

એથી ચહેરો ફિક્કો પડી જાય

૧૦ માગ્યા પે રૂડું મરણ – માગવા/યાચવા કરયાં મરવું સારું

૧૨ મામ – સ્વમાન, આબરુ

કડવું ૪

૨ વૃદ્ધિહાણ – ચડતી-પડતી

૩ સુકૃત-દુષ્કૃત – પાપ-પુણ્ય

૧૦ નિર્મુખ વાળિયા – ખાલી હાથે પાછા વાળ્યા

૧૧ હુતશેષ ન કીધો આહાર – યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે આહાર

કડી

૨૦ સપ્તઋષિ સેવે કામધેનુને – સપ્તર્ષિ જેવાને પણ કામધેનુ

(સ્વર્ગની ગાય)ની સેવા કરવી પડે છે.

૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર)

તરત દરિદ્રતા દૂર કરશે

કડવું ૫

૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ)

૯ છોવાય – ઢોળાય

૧૬ ઉપાન.... – પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ)

ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું!

૧૭ જેષ્ઠિકા – ચાલવામાં ટેકો રહે એવી લાકડી

૧૯ શુકજી – શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને

‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા

દશમસ્કંધમાંની કથા છે.

૧૯ નરપતિ – રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા,

અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર

કડવું ૬

૨ કોઠા કોશીસાં શોભે પર્મ – કોઠા પરની (દ્વારકાની)

કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી

૪ નથી મુક્તિપુરીમાં મણા – મુક્તિપુરી(દ્વારકા)માં કશાનીઉણપ(મણા) નથી

૬ એને રૂપે હાર્યા કેશવ-રામ – સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ

અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ)

૧૦ મયા – માયા, કૃપા

૧૫ ઉપંગ – એક વાદ્ય

કડવું ૭

૨ યક્ષકર્દમ સત્યા સેવે રે – યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ સત્યભામા કૃષ્ણને લગાડે છે

૨ અગર ઉસેવે – અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર) આપે છે

૩ બીડી – પાન, તાંબુલ

૧૧ વામદેવ – વામનદેવ

૧૨ અત્રિ – ઐક ઋષિ

૧૨ પત્રી – પત્ર, ભલામણ-ચિઠ્ઠી

કડવું ૮

૪ જેના નાભિકમળમાંથી......... – કૃષ્ણસ્તુતિ : કૃષ્ણ/વિષ્ણુનીનાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને મુખમાં બ્રહ્માંડ બતાવેલું

૫ પાદોદક – ચરમુક્તિપુરીણામૃત

૮ ઘૃતપક્વ – ઘીમાં પકવેલાં

કડવું ૧૦

૪ અરિષ્ટ – સૂર્ય

૧૨ પંચાનન શંખ – પંચ-મુખના આકારનૌ શંખ

કડવું ૧૨

૯ નિર્મુખ – ખાલી હાથે