સુમન શાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

શાહ સુમન ગોવિંદલાલ (૧-૧૧-૧૯૩૯) : વાર્તાકાર, વિવેચક, સંપાદક. જન્મ ડભોઈમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ડભોઈમાં. ૧૯૫૬માં મૅટ્રિક. ૧૯૬૨માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૪માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૭૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૪થી ૧૯૬૬ સુધી ઉપલેટાની અને ૧૯૬૬થી ૧૯૭૨ સુધી કપડવંજની કૉલેજમાં અધ્યાપક. ૧૯૭૨થી ૧૯૭૭ સુધી બોડેલી આ કૉલેજમાં આચાર્ય. ૧૯૭૭થી આજ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં રીડર. ‘અવરશુંકેબ' (૧૯૭૬) વાર્તાસંગ્રહની, પ્રયોગશીલતાથી બોધ કથાને વાર્તાસ્વરૂપમાં ઊંચકતી એમની વાર્તાઓ ભાષાસંવેદનની મુદ્રા ઉપસાવવામાં વધુ સક્રિય છે. ‘ખડકી' (૧૯૮૭) પરંપરા અને પ્રયોગના સંયોજન પર ઊભેલી, જાતીયતાને પડછે પ્રણયને મૂલવતી એમની નવલકથા છે. ‘બાજબાજી' (૧૯૮૯) નવલકથામાં કરામત અને પ્રયોગશીલતાથી બચીને એમણે પ્રેમમાં વહેમ શક અને શંકાની જગજૂની કરુણ વાર્તા કહ છે. ‘બાયલાઈન' (૧૯૯૦)માં વિચારનાં છે. આધુનિક કથાસાહિત્યને તીવ્ર સંવેદન સાથે ગ્રહીને એની અર્ણવત્તાને પ્રગટાવવામાં આ વિવેચકે પ્રત્યક્ષવિવેચનના મૂલ્યવાન નમૂનાઓ આપ્યા છે. ‘ચંદ્રકાંત બક્ષીથી ફેરો' (૧૯૭૩) આ વાતની પ્રતીતિ આપે છે; એમાં આધુનિક નવલોનો ઓછામાં ઓછા શાસ્ત્રીય સ્તરે સંવેદનપરક અભ્યાસ છે. ‘નેવ્ય વિવેચન’ – પછી (૧૯૭૭)માં મહત્ત્વના અમેરિકન સાહિત્યવાદ પછીની દિશાઓની ચર્ચા છે. સુરેશ જોશીથી સુરેશ જોશી' (૧૯૭૮) સુરેશ જોશી પરનો શોધપ્રબંધ છે. સુરેશ જોશીનાં સર્જન અને વિવેચનને સહૃદય સમીક્ષક અને સમભાવશીલ નિરીક્ષકનો લાભ મળ્યો છે. સાહિત્ય સંશોધન વિશે' (૧૯૮૦) અને ‘સાને સાહિત્યવિચાર' (૧૯૮૦) અભ્યાસનાં તારણો છે. ‘નિરંજન ભગત (૧૯૮૧) અને ‘ઉમાશંકર: સમગ્ર કવિતાના કવિ – એક પ્રોફાઈલ' (૧૯૮૨)માં અનુક્રમે બંને કવિઓની સર્જકતાની સર્વગ્રાહી ચર્ચા કરવાનો ઉપક્રમ છે. ‘ખેવના' (૧૯૮૫) સાહિત્ય અને શિક્ષણ તેમ જ સાહિત્યિક પ્રવૃત્તિઓ પરના વિવિધ સમયે લખાયેલા લેખોનો સંચય છે. અહીં લેખોની વિચ્છિન્નતા છતાં સજ્જ વિવેચકનાં ઓજારો ખપ લાગેલાં જોઈ શકાય છે. ‘સંરચના અને સંરચન’ (૧૯૮૬) સંરચનાવાદી અને ઉત્તરસંરચનાવાદી વિવેચનભૂમિકાને વિસ્તારથી રજૂ કરતું સળંગ પહેલું ગુજરાતી પુસ્તક છે. ‘સાહિત્યમાં આધુનિકતા' (૧૯૮૮), આધુનિક ગુજરાતી કવિતા અને સર્જક ચેતના' (૧૯૮૮), કથાપદ (૧૯૮૯) અને કવિ વિવેચક ઍલિયટ’ (૧૯૮૯) એમના અન્ય વિવેચનગ્રંથો છે. સુરેશ જોશીથી સત્યજિત શર્મા’ (૧૯૭૫), ‘આઠમા દાયકાની કવિતા' (૧૯૮૨), ‘સંધાન’-૧(૧૯૮૫) અને ‘સંધાન’-૨(૧૯૮૬), આત્મોપદી' (૧૯૮૭) ‘સંધાન’-૩-૪ (૧૯૮૮) એમનાં સંપાદનો છે. આ ઉપરાંત, એમણે સંપાદિત કરેલી સ્વરૂપણી હેઠળ આત્મકથા, જીવનકથા, નવલકથા, ટૂંકીવાર્તા, સૌનેટ, ખંડકાવ્ય, નિબંધ ઇત્યાદિ પરનાં વિવિધ લેખકોનાં વિશિષ્ટ ભાત પાડતાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. તો એન્તન શૈખવકૃત ‘શ્રી સિસ્ટર્સને અનુવાદ ‘ત્રણ બહેનો (૧૯૬૫) અને ફિયોદોર દોસ્તોએવસ્કીકૃત ‘ધ મિક વન’ને અનુ વાદ ‘વિનીતા : એક કપોલકલ્પિત’ (૧૯૮૫) એમના નામે છે.