સુરેન્દ્ર ધીરજલાલ ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉપાધ્યાય સુરેન્દ્ર ધીરજલાલ, ‘સરલ’ (૨૪-૮-૧૯૪૫): નવલકથાકાર. જન્મ સુરતમાં. ૧૯૬૭માં રસાયણશાસ્ત્રના વિષય સાથે બી.એસસી. સુરતની ધ સુરત પીપલ્સ કો. ઑ. બૅન્કમાં સબ-ઑફિસર. એમની નવલકથા ‘રંકરાય રંગલાઓ' (૧૯૭૨)માં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં વસતા શાપિત-પીડિત સમાજનું આલેખન પ્રધાનતયા વાસ્તવિક સ્તરે થયું છે. લઘુનવલ ‘અંગભંગ' (૧૯૭૪)માં અપંગ કથાનાયકને થતો વ્યર્થતા ને છિન્નભિન્નતાનો અનુભવ મુખ્યત્વે આલેખ્ય વિષય છે. કારુણ્યપ્રધાન, સત્યઘટનાત્મક નવલકથા ‘મસ્તીમાં ડૂબેલી ઘટના' (૧૯૮૧) કથાપ્રવાહને કારણે વાચનક્ષમ બને છે. દંપતી વચ્ચે જન્મેલા આંતરવિગ્રહની કથા ‘દ્વા સુપર્ણા' (૧૯૭૬) અને ‘મુજ મલકમાં હું ખોવાયો’ એમની અન્ય ગદ્યકૃતિઓ છે.