સુરેશ જોષીથી સુરેશ જોષી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


Suresh Joshi thi Suresh Joshi BookCover.jpg


સુરેશ જોષીથી સુરેશ જોષી

સુમન શાહ

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો


કૃતિ-પરિચય

‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ (૧૯૭૮) : સુમન શાહનો શોધનિબંધ. આ દીર્ઘ અભ્યાસમાં સુરેશ જોષીના સમગ્ર લેખનકાર્યને ‘સર્જન : શુદ્ધ સાહિત્યકળાની ક્ષિતિજો ભણી’, ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ અને ‘પૂરક પ્રવૃત્તિઓ અને પ્રભાવ’ નામનાં ત્રણ પ્રકરણોમાં વહેંચીને મૂલવવામાં આવ્યું છે. એક તરફ સુરેશ જોષીના સર્જન-વિવેચનમાંના રૂપનિર્મિતિની ખોજ પરત્વેના દૃઢાગ્રહને આ સંશોધન તપાસે છે, તો બીજી તરફ એમનો વિવેચન-વિચાર એમના સર્જન-વ્યાપારની તુલનાએ વધુ વિકસિત અને પ્રભાવક છે તેવું સ્થાપિત કરે છે.

— રમેશ ર. દવે
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર