જોબનિયા! તુંને જાળવ્યું, ચાર્યું સારી રાત;
એવો અવગુણ શો કર્યો, (મને) લકડી દૈ ગયો હાથ?
હે જોબનિયા! તારું આટઆટલું જતન કર્યું, રાતભર તને ચારો ચરાવ્યો, અને તે છતાં જતાં જતાં તું અમારા હાથમાં બુઢાપાની લાકડી પકડાવતો ગયો — એવો તે અમારો શો અપરાધ હતો, હેં ભલા!