ગોલણ કે’ ગલઢાં થિયાં, જાંગે ભાંગ્યાં જોર;
બબે બરછી વા કૂદતાં, (જે દી) નળીયું હતી નકોર.
જે દિવસે પગની નળીઓ સાબૂત હતી તે દિવસે અમે કૂદી કૂદીને જમીનમાંથી બે બરછી જેટલા ઊંચા ચાલતાં હતાં, પણ હવે ઘડપણ આવ્યું છે અને પગનાં જોમ ખૂટ્યાં છે, એટલે માંડ માંડ ડગલાં ભરાય છે.