જતે નમી વડ છાંય, (અને) ખોડી થંભ થિયાં;
લંબી કર કર બાંય, ચડે ચુડા વારીયું.
ઓહો! જ્યાં આવી છાંયડીવાળી વડ-ઘટા ઢળી હોય ત્યાં જ હું જલદી મરી જઈને ખાંભી રૂપે ખોડાઈ જવા ચાહું છું. કે જેથી ચૂડલાવાળી રમણીઓ એ મારા પથ્થર-દેહ પર પગ મેલીને હાથ લંબાવીને વડલે હીંચોળા ખાશે!