સર સૂકત પંછી ઊડે, સરવર અવર સમાહિ;
દીન મીન બિન પંખકે, કહો રહીમ કિત જાહિ?
(અકબર બાદશાહના દીવાન અબ્દુલ રહીમ કહી ગયા છે કે) સરોવર સુકાઈ ગયું ત્યારે એને કાંઠે વસનારાં પંખી ઊડીને બીજા જલભર્યા સરોવરને કિનારે જઈ વસ્યાં, પણ બિચારી પાંખ વિનાની માછલીઓ તો ત્યાંથી ક્યાં જાય? એનું શું?