સાજણ આવ્યા, હે સખિ, તોડો નવસર હાર;
લોક જાણે મોતી ચુગે, ઝુક ઝુક કરો જુહાર.
સાજન આવ્યા છે માટે તેના સ્વાગતમાં, હે સખિ, નવસરો હાર તોડીને મારગમાં મોતી વેરો, જેથી હું લળી લળીને મારા પિયુને અવકાર દેતી હોઉં છતાં લોકોને તો એમ જ લાગે કે હું વેરાયેલાં મોતી વીણું છું.