રામા! રજપૂતી તણો, આડો વાળ્યો આંક! લીધા પે’લી લાંક, (તમે) દીધી દશરથરાઉત.
હે રામ! તમે તો રજપૂતીનો આડો આંક વાળ્યો; કારણ કે લંકા લીધી તે પહેલાં તો તમે એ વિભીષણને ભેટ દઈ દીધી હતી, હે દશરથ રાજાના પુત્ર!