જળ ઊંડાં, થળ ઊજળાં, નારી નવલે વેશ; પુરખ પટાધર નીપજે, આયો મરધર દેશ.
મારવાડ દેશમાં કૂવાનાં પાણી ઊંડાં ગયેલાં હોય છે, એની ધરતીનો રંગ ઊજળો છે. બીજા સર્વથી જુદો પડતો ઘેરદાર ઘાઘરાવાળો ત્યાંની સ્ત્રીઓનો વેશ છે અને ત્યાં શૂરવીર પુરુષો પેદા થાય છે.