કાઠિયાણી કડ્ય પાતળી, હલકતી માથે હેલ્ય; બરડા કેરી બજારમાં, ઢળકતી આવે ઢેલ.
બરડાની કાઠિયાણી પાતળી કેડવાળી — સૌંદર્યવંતી — હોય છે, અને માથે પાણીનું બેડું મૂકીને એ રસ્તા વચ્ચેથી ચાલી આવતી હોય ત્યારે જાણે ઢેલ ડોલતી આવતી હોય એવું લાગે છે.