સોરઠિયા દુહા/54

From Ekatra Foundation
Jump to navigation Jump to search


54

કૂકડકંધા મૃગકૂદણા, શત્રુને હૈયે સાલ;
નવરંગ તોરીંગ નીપજે, પડ જોવો પાંચાળ.

જ્યાં કૂકડાના જેવી ઊભી ગરદનવાળા અને દુશ્મનીના હૃદયમાં શક્ય સમ ખટકનારા રંગરંગના ઘોડા પેદા થાય છે, એવો એ પાંચાળ દેશ છે.