ડુંગર જલતી લાય, જોવે તે સારી જગત;
પરઝળતી નિજ પાય, રતિ ન સૂઝે રાજિયા.
દૂરના ડુંગરા ઉપર જે દવ લાગ્યો હોય તે તો જગત આખું જુએ છે. પણ હે રાજિયા! પોતાના પગ નીચે જે સળગ્યું હોય તે કોઈની આંખે સૂઝતું નથી : મતલબ કે દુનિયામાં બીજાના દોષ સહુને દેખાય છે, પણ પોતાની જાતની ખામી કોઈ જોઈ શકતું નથી.