સોરઠિયા દુહા/78

From Ekatra Foundation
Jump to navigation Jump to search


78

સોનું ઘડે સોનાર, કંદોઈ ખાજાં કરે,
ભોગે ભોગણહાર, કરમ પ્રમાણે કિસનિયા.

સોની સોનાના અનેક દાગીના બનાવે છે પણ પોતે એમાંથી કાંઈ પહેરવા પામતો નથી. વળી કંદોઈ જાતજાતની મીઠાઈ બનાવતો હોવા છતાં એ પોતાના પેટમાં નાખી શકતો નથી. એ દાગીના અને એ મીઠાઈ તો હે કિસનિયા! જેના નસીબમાં મંડાયાં હોય તે જ ભોગવે છે.