ભલ્લ ઘોડા, વલ્લ વંકડા, હલ્લ બાંધવા હથિયાર;
ઝાઝી ફોજુંમાં ઝીંકવાં, મરવું એક જ વાર.
શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરતાં હોય : અહા! એવા સાચા વીરને એક જ વાર મરવાની — મોટી ફોજમાં ઝંપલાવીને ભલી વાતે મરવાની — ઝંખના હોય છે.