મોતી ફાટ્યું વીંધતાં, મન ફાટ્યું એક બોલ; મોતી ફેર મગાઈ લ્યો, મન તો મિલે ન મોલ.
મોતી વીંધતાં વીંધતાં ફાટી જાય તો એકને બદલે બીજું મોતી મગાવી લઈ શકાય છે પણ એક જ કડવા વચનથી હૈયું ચિરાઈ જાય તો પછી ચાહ્ય તેટલાં મૂલ દેતાં ય એ ફરી સાંપડતું નથી.