< સોરઠિયા દુહા
કાના, કેસા ને લોચના, ડગમગતે દાંતે; એને લાંછન લાગશે, એક જોબન જાતે.
એક જોબન જતું રહેશે તેનાથી કાન, માથાના વાળ, આંખો અને દાંતને કલંક લાગશે, એ ચારની શોભા ઓછી થશે — કાનમાંથી શણગાર ઊતરશે, વાળની શોભા ઘટશે, આંખો ઊંડી ઊતરશે અને દાંત હલવા માંડશે.