સોરઠી સંતવાણી/કલેજા-કટારી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલેજા-કટારી

કલેજા કટારી રે
રુદિયા કટારી રે
માડી! મુંને માવે લૈને મારી.
વાંભું ભરી મુજને મારી,
વાલે મારે બહુ બળકારી,
હાથુંની હલાવી રે. — માડી! મુંને.
કટારીનો ઘા છે ભારી,
પાટા બાંધું વારી વારી,
વૈદ ગિયા હારી રે. — માડી! મુંને.
કટારીની વેદના ભારી,
ઘડીક ઘરમાં ને બા’રી;
મીટ્યુંમાં મોરારી રે. — માડી! મુંને.
દાસી જીવણ ભીમને ભાળી;
વારણાં લીધાં વાળી વાળી;
દાસીને દીવાથી રે —
માડી! મુંને માવે લૈને મારી.

[દાસી જીવણ]