સોરઠી સંતવાણી/સાચાં બાણ વાગે ત્યારે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાચાં બાણ વાગે ત્યારે

છૂટાં રે તીર હવે નો મારીએ, બાઈજી!
મેંથી સહ્યું નવ જાય,
કલેજાં મારાં વીંધી નાખ્યાં બાઈજી,
છાતી મારી ફાટફાટ થાય —
ભાઈ રે! બાણ રે વાગ્યાં રુવાડાં વીંધાણાં, બાઈજી!
મુખથી નવ કહેવાય;
આપો ને વસ્તુ મુંને લાભ જ લેવા
પરિપૂરણ કરોને ક્રિયાય. — છૂટાં.
ભાઈ રે! હજી બાણ તમને નથી લાગ્યાં, પાનબાઈ!
બાણ રે લાગ્યાને છે વાર;
બાણ રે વાગ્યાથી સૂરતા ચડે અસમાનમાં
પછી તો દેહદશા મટી જાય. — છૂટાં.
ભાઈ રે! બાણ વાગ્યા હોય તો બોલાય નૈ, પાનબાઈ!
પરિપૂરણ વચનમાં વરતાય.
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તેજ પૂરણ અધિકારી કે’વાય. — છૂટાં.

[ગંગાસતી]