હંસરાજ હરખજી કાનાબાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાનાબાર હંસરાજ હરખજી, ‘કવિ હંસ’ (૧૮૯૨, –) : જન્મ અમરેલીમાં. છ વર્ષની ઉંમરે આંખ ગુમાવી, છતાં મૅટ્રિક સુધીનો અભ્યાસ. ૧૯૨૦માં ગાંધીજીના સમાગમમાં આવ્યા. સત્યાગ્રહ આંદોલન દરમિયાન જેલવાસ. એમણે પદ્યગ્રંથો ‘કાવ્યત્રિવેણી’ (૧૯૨૨) અને ‘હંસમાનસ’ (૧૯૩૮) આપ્યા છે.