હયાતી/૨૧. આ ચિત્ત શું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૧. આ ચિત્ત શું?

આ ચિત્ત શું કોઈ ચબૂતરો કે
વિચારપંખી તણી હારમાળા
આવી ચડે ને કરી કલબલાટ
ચણી રહે શેષ રહેલ શાંતિ
ને સ્વસ્થતાની સઘળી મિરાત?