હયાતી/૩. કહું
Jump to navigation
Jump to search
૩. કહું
વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું,
કહું, જે હોય છે આલમ તમે ન હો તો, કહું.
અમે જ ચાંદની માગી, અમે જ કંટાળ્યા,
તમોને ભેદ એ જો અંધકાર હો તો કહું.
વ્યથાનું હોય છે કેવું સ્વરૂપ, કેવી ગતિ?
થીજેલા ઊર્મિતરંગો, જરા વહો તો કહું.
તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.
ગઈ બતાવી ઘણાં યે રહસ્ય, બેહોશી,
સમજવા જેટલા બાકી જો હોશ હો તો કહું.