હરિવલ્લભ ભાયાણી
ભાયાણી હરિવલ્લભ ચુનીલાલ (૨૬-૫-૧૯૧૭) : સંશોધક, ભાષા શાસ્ત્રી, વિવેચક, અનુવાદક. જન્મ ગે હિલવાડના મહુવામાં. ૧૯૩૪ -માંમહુવાની એમ.એન. હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૩૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૪૧માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયોમાં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી એમ.એ. ૧૯૫૧માં મુનિ જિને વિજ્યજીના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત અપભ્રંશ ભાષાના રામાયણવિષયક મહાકાવ્ય ‘પઉમચરિય’ પર મહાનિબંધ દ્વારા પીએચ.ડી. ૧૯૪૫થી ૧૯૬૫ સુધી ભારતીય વિદ્યાભવનમાં સંશોધક-અધ્યાપક. ૧૯૬૫થી ૧૯૭૫ પર્યત ગુજરાત યુનિ વર્સિટીના ભાષાસાહિત્ય ભવન સાથે સંલગ્ન. ૧૯૭૫માં સ્વૈચ્છિક નિવૃત્તિ. ત્યારબાદ લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિર, અમદાવાદમાં માનદ પ્રાધ્યાપક. ૧૯૮૦માં ઇન્ટરનેશનલ સ્કૂલ ઑવ દ્રવિડિયન લિંગ્વિસ્ટિસ, ત્રિવેન્દ્રમમાં ગુજરાતીના પ્રોફેસર. ૧૯૬૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ભાષાસાહિત્યની લાંબી પ્રણાલીને પરિષ્કૃત રુચિવરસે અને પશ્ચિમના ભાષાવિજ્ઞાન તેમ જ આધુનિક વિવેચનસંપ્રદાયોની અભિજ્ઞતા એમની ભાષા વિચારણાને અને સાહિત્યવિચારણાને એક સમતુલ પરિપ્રેક્ષ્ય આપે છે; સાથે સાથે એમનાં સંશોધન-સંપાદનમાં રહેલી ઝીણવટ, વ્યવસ્થિતતા અને શાસ્ત્રીયતા એમની વિદ્રત્તાને પ્રમાણિત કરે છે. ‘વાધ્યાપાર' (૧૯૫૪), ‘શબ્દકથા' (૧૯૬૩), ‘અનુશીલન' (૧૯૬૫), ‘થોડોક વ્યાકરણવિચાર' (૧૯૬૯), ‘શબ્દપરિશીલન’ (૧૯૭૩), ‘વ્યુત્પત્તિવિચાર' (૧૯૭૫), ‘ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ' (૧૯૭૬) વગેરે એમનાં ભાષા અને ગુજરાતી ભાષાની વિચારણા અંગેનાં તથા ભાષાવૈજ્ઞાનિક સંશોધન અને સ્વાધ્યાય અંગેનાં પુસ્તકો છે. ‘શોધ અને સ્વાધ્યાય' (૧૯૬૧), ‘કાવ્યમાં શબ્દ' (૧૯૬૮), અનુસંધાન’ (૧૯૭૨), ‘કાવ્યનું સંવેદન' (૧૯૭૬), રચના અને સંરચના' (૧૯૮૦), ‘કાવ્યવ્યાપાર' (૧૯૮૨), ‘કૃષ્ણકાવ્ય' (૧૯૮૬), કાવ્યકૌતુક' (૧૯૮૭) વગેરે એમનાં સંશોધનવિવેચનનાં પુસ્તકો છે. આ પુસ્તકોમાં ભારતીય સાહિત્યવિચાર અને આધુનિક પાશ્ચાત્ય સાહિત્યવિચારની તુલનાભૂમિકાએ એમણે કરેલું કાર્ય અને સંસ્કૃત કાવ્યશાસ્ત્રની સર્વોપરિતાને સ્વીકારતું એમનું તારણ નોંધપાત્ર છે. એક બાજુ ઔચિત્ય, પદ્યનાટક, અભિનવગુપ્તનો કાવ્યવિચાર કે ભજનો રસવિચાર જેવા વિડ્યો, તો બીજી બાજ શૈલીવિજ્ઞાન, બંધારણવાદ, પ્રકારનિષ્ઠ વિવેચન, હર્મન્યૂટિક વિવેચન તેમ જ સાહિત્ય-ભાષા-વિજ્ઞાન જેવા વિષયો અહીં ચર્ચામાં લેવાયા છે. એમના ઘણા લેખો મૂળ લખાણોના અનુવાદોના સંપાદિત ટકડાઓથી વિકસેલા હોવા છતાં લેખકની વિવેકદૃષ્ટિનો દોર એમાં જળવાયેલે જોઈ શકાય છે. લોકસાહિત્ય : સંપાદન અને સંશોધન (૧૯૮૫)માં લેકગીતો અને લોકકથાઓ તુલનાત્મક અને ઐતિહાસિક અધ્યયને છે, તેમ એની સમસ્યાઓને પરિચય પણ, એમાં અપાયો છે. ‘મદનમોહના' (૧૯૫૫), ‘ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્યો' (૧૯૫૫), ‘રૂસ્તમનો સલોકો' (૧૯૫૬), ‘સિંહાસનબત્રીસી' (૧૯૬૦), ‘દશમસ્કંધ' (અન્ય સાથે, ૧૯૬૬), ‘પ્રાચીન ગુર્જર કાવ્ય’ (અન્ય સાથે, ૧૯૭૫), ‘હરિ વેણ વાય છે રે હો વનમાં' (૧૯૮૮) વગેરે એમનાં પ્રાચીન ગુજરાતી સાહિત્યનાં સંશોધન-સંપાદનો છે; તો સંદેશકરાસ' (અન્ય સાથે, ૧૯૪૫), ‘પઉમસિરિચરિય’ (અન્ય સાથે, ૧૯૪૮), ‘અપભ્રંશ વ્યાકરણ' (૧૯૬૧), ‘મિનાહચરિય’ - ભા. ૧,૨ (અન્ય સાથે, ૧૯૭૦, ૧૯૭૧), ‘સણનુકુમારચરિત્ર' (અન્ય સાથે, ૧૯૭૪) વગેરે એમના પ્રાકૃત-અપભ્રંશ કૃતિઓના સંપાદનગ્રંથો છે. એમણે ‘જાતકવાર્તા' (૧૯૫૬)માં નવી અગિયાર કથાઓ, જાતેક કથાઓ વિશે પરિચયલેખ વગેરે ઉમેરી એની સંશોધિત આવૃત્તિ ‘કમળના તંતુ' (૧૯૭૯) નામે આપી છે. પ્રપા' (૧૯૬૮)માં સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાંથી લીધેલાં મુકતકોના અનુવાદ છે. ‘મુકતકમાધુરી' (૧૯૮૬) પણ એમના અનુવાદગ્રંથ છે.