હરીશ મીનાશ્રુની કવિતા/ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા

ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા
એક ત્રાજવું ને બે પલ્લાં

તંગ બસૂરો
માણસ તૂરો
થાપ એક આ, ભિન્ન તબલ્લાં

તરલ બગાસું
જીવતર ત્રાંસું
પરમ જીભ પર ગલ્લાંતલ્લાં

દેખ ધુરંધર
દર્પણ સત્વર
બત્રીસે લક્ષણ બૃહનલ્લા

તુ જ વિરંચિ
શબ્દ પ્રપંચી
ખડિયો ખાલી/છલ્લંછલ્લા