હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પર્જન્યસૂક્ત : ૨

અહીં તો
પ્રિય અને પર્જન્ય,
નથી કો અન્ય–
કેવળ
હું
તે
ઝળહળ જળમાં અંતર્ધાન :
(રખે ને આજ કવિતા લખે)
મૌનમાં
શબ્દ સકળ તે મ્યાન!