હાલરડાં/થૈ થૈ પગલી
થૈ થૈ પગલી
[સૂરત બાજુનું: નર્મદે સંગ્રહેલું] થાંગનાં માંગનાં થૈ રે થૈ, નાધડિયા નરહરિ તું ને થૈ રે થૈ. પાતળિયા પુરષોતમ તુંને થૈ રે થૈ, બાળુડા બળિભદ્ર તુંને થૈ રે થૈ.– થાંગનાં૦
જો જમણા બે રોહો રે સાઈ. તો હું ચાલવાને શીખું મારી આઈ.– થાંગનાં૦
જો આંગળડી આપો મુજ હાથ, તો હું ચાલવા શીખું મોરી માત. - થાંગનાં૦
ડગમગતો ડગલાં કેમ ભરું, ને અલંગ તલંગ ચાલતો બીહું – થાંગનાં૦
ઘૂંટણીએ ઘૂંટણીએ હરિ હાલ્યા જાય, કચરો ખૂંદે ને માટી ખાય. – થાંગનાં૦
જદી રે પોઢ્યા પ્રાગાવડને પાન, તદીએ તમે ના બ્હીના રે ભગવાન. થાંગનાં૦
જ્યારે પોઢ્યા રે હરિ મારી પાસ, ત્યારે છૂટી રે હું તો ભવના પાસ. – થાંગનાં૦