હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/પિંજરું
Jump to navigation
Jump to search
પિંજરું
પિંજરું ખોલીને તેં એને કદી ભાળી હતી?
મેં લિફાફામાં ભરી એ ચીજ પાંખાળી હતી.
કોઈ કંજુસ જેમ રાખે પાઈ પાઈનો હિસાબ,
મેં હમેશાં એ જ રીતે રાતને ગાળી હતી.
ને પછી દીવો કરી હું ક્યાં સુધી બેઠો રહ્યો?
રોજનીશીમાં અજાણી લાશને ઢાળી હતી.
એ જ તો આશ્ચર્ય, એણે ગુલછડી માની લીધી,
એક નાની કલ્પના મેં લયમાં વીંટાળી હતી.
એ બીડાંનાં પાનનો વર્ષોથી બંધાણી છું હું,
જ્યાં કિમામી ઓસ ને તડકાની વરિયાળી હતી.
દોસ્ત, ૨૦