હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/લાગ જોઈ
Jump to navigation
Jump to search
લાગ જોઈ
લાગ જોઈ તું ઉતારે છે કટક નબળી ક્ષણે,
જાળવી શકતો નથી મારું મથક નબળી ક્ષણે.
કઈ અશરફી ફેંકી, ફોડ્યા સંતરી તે દુર્ગના?
હું સરળતાથી જિતાયેલો મુલક નબળી ક્ષણે.
ખૂબ મોંઘાં દારૂખાના જેમ ફૂટતો જાઉ છું,
ખૂબ ખર્ચાઈને લાવ્યો છું ચમક નબળી ક્ષણે.
અંતે કોશેટો ઊકળતાં પાણીમાં પ્હોંચી ગયો,
ગૂંથવા માંડ્યો જ્યાં રેશમનું ફલક નબળી ક્ષણે.
દોસ્ત, ૧૦