– અને ભૌમિતિકા/એક બે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એક

આ ઊગી નીકળેલ વૃક્ષ પર
લટકી રહેલા તાળાને
હજાર હજાર વર્ષોથી તાકી રહેતો આવ્યો છું.
મારા હાથ મારી પીઠ સાથે
બાંધી દેવામાં આવેલા છે
તે આ વૃક્ષ ઉપર લટકતા
તાળાને બચકી લેવા
બાળકની જેમ વિસ્મયથી તાક્યા કરું છું;
ને—
આમ જ હું ખૂટતો જતો હોઈશને?
કે પછી –


બેમારી સ્લેટમાં ઘુંટાતા આવેલા
બારાખડીના આ અક્ષરોમાંથી
તારા સ્વરો તો
અંતે ભળી જશે આકાશની ભૂરાશમાં
ને આ મારા વ્યંજનો—
મેં શણગાર્યા કર્યો છે મારા અવાજને આમ.
શું પ્રયોજન હશે આ શબ્દોત્થાનનું?
ક્રિયાનું કારણ હશે શું?
હું ક્રિયાપદોથી છૂટી શકતો નથી;
હું ક્રિયાપદોને ઉડાડી શકતો નથી.